Monday, July 4, 2022
Homeરાજ્યઢીચડામાં ઉર્ષ નિમિત્તે અશ્ર્વદોડ યોજાઈ

ઢીચડામાં ઉર્ષ નિમિત્તે અશ્ર્વદોડ યોજાઈ

- Advertisement -

જામનગર નજીક ઢીચડા ખાતે સુમરા સંધી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા યા શાહ મુરાદશાહ પીર વલી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે ઘોડા રેસ તથા ઉંટ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં ઘોડેશ્ર્વારો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ આ સ્પર્ધા જોવા ગ્રામજનો પણ મોટીસંખ્યામાં ઉમટયા હતાં. જેમાં વિજેતાઓને ઈનામમાં પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવે છે. ગઈકાલે ઢીચડા ખાતે યોજાયેલી ઉંટ ગાડીની રેસમાં બેડેશ્ર્વર વાળા કરીમભાઈ પ્રથમ નંબરે તથા બીજા નંબરે અબ્દુલ ઉમર ખફી વિજેતા થયા હતાં. આ ઉપરાંત પોના ઘોડા પાંચ ઘોડા રેસ યોજાઈ હતી. જેનું સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવખત આયોજન થયું હતું. જેમાં પ્રથમ નંબરે ઢીચડાના આબેદીન પતાણી તથા બીજા નંબરે ઢીચડાના અકબર લતિફ ખફી વિજેતા થયા હતાં.

- Advertisement -

તેમજ મોટા ઘોડાની રેસમાં 18 ઘોડેશ્ર્વારોએ ભાગ લીધો હતો તથા નાના વછેડા ઘોડારેસમાં 12 થી 13 ઘોડા જોડાયા હતાં. જેમાં નવાઝ હનિફભાઇ સંધી પ્રથમ તથા ગુલાબનગરના મહમદબાપુ (ઓપલવાળા) બીજા નંબરે વિજેતા થયા હતાં.

આ ઉપરાંત ગુરૂવારે રાત્રે મઝલીશ, શુક્રવારે આમ ન્યાઝ તથા ચાદર શરીફ, કવ્વાલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું બાબાભાઈ હાજી હાજી કોટાઇ, જાફરભાઈ જુસમભાઈ કોટાઇ, સલીમભાઈ જુસબભાઈ કોટાઈ, ફિરોજભાઈ હુશેનભાઈ પતાણી, હાજી વલીમામદ આમદ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular