Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરમેઘપરમાંથી શ્રમિક પરિવારની યુવતી ગુમ થઈ ગઇ

મેઘપરમાંથી શ્રમિક પરિવારની યુવતી ગુમ થઈ ગઇ

લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતાં સુદેશભાઈ કાકાભાઈ ભગત નામના મજૂરી કામ કરતા પ્રૌઢની પુત્રી નિશા સુદેશભાઈ ભગત (ઉ.વ.19) નામની યુવતી ગત તા.15 ના રોજ સવારના 09:30 વાગ્યાના અરસામાં ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ ગઈ હતી. મહેંદી કલરનું ટોપ અને લાંબા તથા કાળા વાળ અને ઘઉંવર્ણો વાન ધરાવતી પાતળા બાંધાની સાડા ચાર ફૂટની ઉંચાઈવાળી યુવતી લાપતા થઈ ગઇ હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા યુવતીની સગા સંબંધીઓ અને મિત્રવર્તુળોમાં શોધખોળ કરવામાં આવી હતી. યુવતી તેનું આધારકાર્ડ અને 9023326062 નંબરનો મોબાઇલ ફોન સાથે લઇ ગઈ હતી યુવતી અંગેની કોઇપણ વિગતો જાણવા મળે તો મેઘપર પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી એએસઆઈ વી.સી. જાડેજાના મોબાઇલ નંબર-75675 73373 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular