Monday, April 28, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં શહેર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

Video : જામનગરમાં શહેર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

40 જેટલી શાળાઓએ ભાગ લીધો

GCERT ગાંધીનગર તથા DIET જામનગર દ્વારા પ્રેરિત બીઆરસી જામનગર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા દેવરાજ દેપાળ શાળા નં.53 ખાતે શહેર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.

- Advertisement -

જામનગરના પ્રથમ નાગરિક મેયર ખીમસૂર્યા દ્વારા આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. લગભગ 40 જેટલી શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં સારો દેખાવ કરનાર શાળાઓને રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં લઇ જવામાં આવશે. દર વર્ષે થતી આ સ્પર્ધાનો હેતુ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃત્તતા આવે તે હેતુથી શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગો કરવામાં આવે છે. આ વર્ષે આશરે 40 જેટલી કૃતિઓ રજૂ કરાઇ હતી.

- Advertisement -

આ તકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, ન.પ્રા.શિ.સ.ના અધ્યક્ષ મનિષભાઈ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસના અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, બીઆરસી કો-ઓર્ડીનેટર પ્રજ્ઞાબેન લીંબડ સહિતના વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular