Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરVideo : છાશવાલામાં આઈસ્ક્રીમના ફ્રીઝમાંથી મરેલી જીવાત મળી આવી...!!

Video : છાશવાલામાં આઈસ્ક્રીમના ફ્રીઝમાંથી મરેલી જીવાત મળી આવી…!!

ગ્રાહકે ખરીદેલા આઈસ્ક્રીમમાં જીવાત મળી આવી : અમદાવાદના કર્મચારીએ ગ્રાહકને ગાળો ભાંડી : ગ્રાહકે કરેલી ફરિયાદના આધારે મહાપાલિકાની ફુડ શાખાનું ચેકિંગ : ત્રણ દિવસ માટે આઉટલેટ બંધ કરાવાયું

- Advertisement -

જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા છાશવાલા આઉટલેટમાં એક ગ્રાહકે ખરીદ કરેલા આઈસ્ક્રીમમાંથી વંદો નિકળતા આ સંદર્ભે ફરિયાદ કરતા અમદાવાદની ઓફિસેથી ગ્રાહકને અપશબ્દો કહેવામાં આવ્યા બાદ ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ શાખાના ચેકિંગમાં જીવાતો મળી આવી હતી.

- Advertisement -

દેશભરમાં સ્વચ્છતા જાળવવા અભિયાન યોજવામાં આવે છે અને હાલમાં જામનગર શહેરમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા માર્ગો પર રાત્રિ સફાઈ અભિયાનનો પ્રારંભ પણ ગત રાત્રિના કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ જામનગરમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને આઉટલેટમાં સ્વચ્છતા સંદર્ભે છાશવારે આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે અને અખાદ્ય જથ્થાઓનો નાશ કરાતો હોય છે. પરંતુ આ ચેકિંગ અમુક દિવસો પૂરતુ જ હોય છે ત્યારબાદ રાબેતામુજબ દુકાનદારો બેદરકાર બની જતા હોય છે. અખાદ્ય પદાર્થ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. દરમિયાન જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા છાશવાલાના આઉટલેટમાં એક ગ્રાહકે આઈસ્ક્રીમ ખરીદ કર્યો હતો અને તે આઈસ્ક્રીમ ખાવા જતા તેમાંથી વંદો મળી આવતા ગ્રાહકે આઉટલેટ પર રહેલા કર્મચારીને આ અંગેની જાણ કરાતા કર્મચારીએ ગ્રાહકને અમદાવાદના કર્મચારી સાથે વાત કરાવી હતી. જેમાં અમદાવાદ રહેલા વ્યક્તિએ જામનગરના ગ્રાહકને ગંદી ગાળો આપી અને જે કરવું હોય તે કરી લ્યો તેવો બેદરકારીભર્યો જવાબ આપ્યો હતો.

- Advertisement -

જેથી જયેશભાઇ જોશી નામના ગ્રાહકે આ અંગે મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ટેલીફોનિક ફરિયાદ કરી હતી. જેના આધારે આરોગ્ય અધિકારી તથા ટીમે જામનગરના બેડી બંદર રોડ પર પટેલ કોલોની સામેના શુભ એપાર્ટમેન્ટમાં આવેલા છાશવાલામાં રૂબરૂ જઈ સ્થળ પર તપાસ કરતા ફ્રીઝના અંદરના ભાગમાં મળેલ જીવાત મળી આવી હતી અને આરોગ્ય શાખાએ છાશવાલાના અમેરિકન નટસ આઈસ્ક્રીમ (લૂઝ)ના નમૂના લઇ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતાં. તેમજ પેઢીના કર્મચારીના મેડીકલ ચેકઅપ સર્ટીફિકેટ તથા પેસ્ટ કંટ્રોલ કરાવી હાઈજેનિક ક્ધડીશનમાં જરૂરી સુધારા-વધારા કરી ત્રણ દિવસમાં મહાનગરપાલિકામાં રિપોર્ટ કરવા તાકીદ કરી ત્રણ દિવસ માટે આઉટલેટ બંધ કરાવવામાં આવ્યું હતું.

તેમજ ધન્વન્તરી ગ્રાઉન્ડ સામે આવેલી લકકી આમલેટ નામની દુકાનમાં ચિમની તથા હાઈજેનિક ક્ધડીશનમાં જરૂરી સુધારા વધારા કરવા તા.22/09/2023 થી ચાર દિવસ સુધી પેઢી બંધ કરાવી લેખિત સુચના અને નોટિસ ફટકારવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular