જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતાં યુવાનની ભાગીદારીની કાર ગામના જ શખ્સે લઇ પડાવી લઇ પૈસા ન આપતા યુવકે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં અવધનગરીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા જગદીશ મેરામણ કરમુર યુવક અને નથુભાઈ મુંધવા નામના યુવાનની સંયુકત માલિકીની જીજે-04-ડીએ-9888 નંબરની 2019 મોડલની રૂા.6 લાખની કિંમતની સ્વીફટ કાર તેના જ ગામમાં રહેતાં પ્રીતેશ જેઠા નંદાણિયા નામના શખ્સે પડાવી લઇ આ કાર પરત નહીં આપી બંને યુવકો સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો. જેથી જગદીશે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.