જામનગર તાલુકાના ધુતારપર ગામમાં માલધારીનો વ્યવસાય કરતાં વૃદ્ધના મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ પતરાંની પેટીમાં રાખેલી રૂપિયા 1,65,000ની રોકડ સહિત પેટી ચોરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને માલ ઢોરનો લે-વેચનો વ્યવસાય કરતાં મનજીભાઇ જગશીભાઇ વાઘેલા (ઉ.વ.60) નામના વૃદ્ધના મકાનમાં ગત્ તા. 31ના રોજ રાત્રિના બે વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી રૂા. 1,65,000 રોકડ રકમ રાખેલી પતરાંની પેટી તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. ત્યારબાદ આ બનાવ અંગેની વૃદ્ધ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા કમર કસી હતી.


