Tuesday, September 1, 2026
Homeરાજ્યજામનગરકચરો ફેંકવાની બાબતે બે પરિવાર વચ્ચે સામસામા હુમલા

કચરો ફેંકવાની બાબતે બે પરિવાર વચ્ચે સામસામા હુમલા

યુવતી તથા તેની માતા ઉપર દંપતિ અને તેના પુત્ર દ્વારા પાઇપ વડે હુમલો : સામાપક્ષે માતા અને પુત્રી દ્વારા માતા અને પુત્ર ઉપર પાઇપ વડે હુમલો કરી ધમકી : પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી તપાસ

જામનગર શહેરના ખોજા નાકા વિસ્તારમાં કચરો ફેંકવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા સહિતના ત્રણ શખ્સો દ્વારા યુવતી સહિતના બે વ્યક્તિઓ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે બે મહિલાઓ દ્વારા યુવાન ઉપર કચરો ફેંકવાની બાબતે હુમલો કરી માતા અને પુત્રને ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોજા નાકા પાસે, લાલ ખાણ, રિદ્ધિસિદ્ધિ સોસાયટી, શેરી નંબર પાંચમાં રહેતાં શિરિનબેન મહમદભાઇ હમીરાણી (ઉ.વ.21) નામની યુવતીની માતા રસિદાબેનને કચરો ફેંકવાની બાબતે હનિફ આમદ સમાણી નામનો શખ્સ જેમ ફાવે તેમ ગાળો કાઢતો હતો. જેથી શિરિનબેન સમજાવવા જતાં હનિફ સમાણી, મોહસિન હનિફ સમાણી, બાનુબેન હનિફ સમાણી નામના પરિવારજનોએ રસિદાબેન સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતાં પુત્રી શિરિનબેન માતાને બચાવવા વચ્ચે પડતાં ત્રણેય શખ્સોએ માતા અને પુત્રી ઉપર લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

જ્યારે સામાપક્ષે માતા રસિદાબેન ગફાર ખીરા અને પુત્રી શિરિનબેન મહમદ હમીરાણી નામના બન્ને શખ્સોએ મોહસિન હનિફ સમાણી અને તેની માતા બાનુબેન ઉપર રસિદાબેન અને તેની પુત્રી શિરિનબેન દ્વારા લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. કચરો ફેંકવાની બાબતે સામસામા કરાયેલા હુમલામાં પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફે શિરિનબેનની દંપતિ અને તેના પુત્ર વિરૂદ્ધ તથા સામાપક્ષે મોહસિનભાઇની માતા અને પુત્રી વિરૂદ્ધ સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular