Monday, September 21, 2026
Homeરાજ્યહાલારઅગાઉના મનદુ:ખનો ખાર રાખીને દ્વારકામાં યુવાન ઉપર છરી વડે હુમલો

અગાઉના મનદુ:ખનો ખાર રાખીને દ્વારકામાં યુવાન ઉપર છરી વડે હુમલો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં માનસરોવર ફાટક પાસે આવેલી ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા બંસીભાઈ ઓમપ્રકાશભાઈ કોળી (ઉ.વ. 26) નામના યુવાન તેમના પત્ની સાથે થોડા સમય પૂર્વે દ્વારકામાં તેમના એક પરિચિતના ઘરે રોકાયા હતા. તે દરમિયાન તેમને આરોપી ધનસિંગ સરવનભાઈ કોળી નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદી બંસીભાઈને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી, છરી વડે હુમલો કરતા તેમને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

- Advertisement -

આ બનાવ અંગે દ્વારકા પોલીસે આરોપી બંસીભાઈ કોળીની ફરિયાદ પરથી આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular