ઓખામાં ભદ્રેચા જેટી પાસે બોટ પરથી યુવાન નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ દીવ દમણ વિસ્તારના વણાકબારા ખાતે રહેતા મહેશભાઈ સોમાભાઈ બારૈયા (ઉ.વ.40) નામના માછીમાર યુવાન ગત તારીખ 24 ઓગસ્ટના ઓખામાં આવેલી ભદ્રેચા જેટી પાસે તેમની બજરંગ બલી નામની બોટમાં હતા, ત્યારે તેઓ બોટ પરથી પડી જતા તેમને હાથમાં ઇજાઓ થયા બાદ શરીરમાં રસી ફેલાઈ ગયા હતા. જેથી તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પત્ની દક્ષાબેને ઓખા મરીન પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહન કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આગળ વધારી હતી.


