જામનગર તાલુકાના દરેડ ગામના મસીતિયા રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.22,280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના રંગમતિ પાર્કમાં આવેલા રહેણાંક મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને પોલીસે રૂા.19,570 ની રોકડ રકમ અને 14,000 ના પાંચ મોબાઇલ મળી કુલ 33570 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામના મસીતિયા રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન ફુરકાન મહમદઉમર મંસુરી, નુરેમુજેસીમ ફયુમ અહેમદ, ઈકરાર નિશાર અહેમદ, ઈન્તઝાર છીદુ અહેમદ, સોહિલ કમાલુદ્દીન મહમદ, નસીમ દુલા ખાન, રવિન્દ્ર રામપાલ કશ્યપ, રહેમત મહેમુબહુશેન મંસુરી, અકબર જુમા ખફી નામના નવ શખ્સોને રૂા.22,280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તેમજ બીજો દરોડો, જામનગર શહેરના રાજપાર્ક 4 માં આવેલા રંગમતિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.19570 ની રોકડ રકમ અને રૂા.14 હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.33,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.