જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળમાં ખેલૈયાઓ માતાજીના ગરબા દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. જેમાં અવનવા વિવિધ પ્રકારના રાસ રજૂ કરતા હોય છે ખાસ કરીને આ ગરબીના આકર્ષણ એવા સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગઇકાલે રાત્રીના સમયે આ સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ ખેલૈયાઓએ પ્રસ્તુત કર્યો હતો. જેને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, સ્ટે. કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ડે.મેયર રાકેશભાઇ ડેર, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, પૂર્વ કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


