Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરરીક્ષા ધંધાનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો

રીક્ષા ધંધાનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ધંધાનો ખાર રાખી રીક્ષા ચલાવતા યુવાન ઉપર એક શખ્સે છરીનો ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે રહેતાં નિઝામ ઉમરભાઈ ખીરા (ઉ.વ.29) નામનો રીક્ષા ચલાવતો યુવાનને પેસેન્જર રીક્ષા ચલાવવાની બાબતે આશિફ ખુરેશી નામનો શખ્સ છેલ્લાં ચાર દિવસથી નિઝામની રીક્ષાને આડેથી પેસેન્જર ભરતો હતો. દરમિયાન આ બાબતનો ખાર રાખી રવિવારે મધ્યરાત્રિના સમયે રણજીતસાગ રોડ પર મારુ કંસારા હોલ નજીક નિઝામની રીક્ષાને ઓવરટેક કરી આંતરીને આશિફે જેમ ફાવે તેમ ગાળો કાઢી છરીનો એક ઘા ઝીંકી દીધો હતો અને બીજો મારવા જતા નિઝામે હાથથી રોકી લેતા છાતીમાં ઈજા પહોંચી હતી. તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા નિઝામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એલ. કે. જાદવ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular