જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં ખેતીકામ કરતા સમયે યુવાનનું હૃદયરોગના હુમલાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોડા ગામમાં રહેતા અને સીમમાં આવેલા ખેતરમાં ખેતીકામ કરતા સમયે બહાદુરસિંહ સતુભા જાડેજા (ઉ.વ.49) નામના યુવાનને શુક્રવારે બપોરના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે સવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અરવિંદસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.