Thursday, November 5, 2026
Homeસમાચારરાષ્ટ્રીયરાહુલ ગાંધીના દિલ્હી કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર કોંગી અગ્રણી સસ્પેન્ડ

રાહુલ ગાંધીના દિલ્હી કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર કોંગી અગ્રણી સસ્પેન્ડ

યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યુવરાજસિંહ વાઢેર પણ સસ્પેન્ડ કરાયા : ગુજરાતના 49 જેટલા હોદ્ેદારો પણ સસ્પેન્ડ

દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગેરહાજર રહેવાના કારણસર સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારના કોંગી આગેવાનો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ આર. વાઢેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દિલ્હી ખાતે થોડા સમય પૂર્વે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિરોધ અંગેનો મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો ગેરહાજર રહ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. આના કારણે ભારતીય યુથ કોંગ્રેસના હાઈકમાન્ડ લીડરશીપએ આ મામલે ગંભીર નોંધ લઇ, રાજ્યના અમદાવાદ, અમરેલી, આણંદ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના 49 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યુવરાજસિંહ આર. વાઢેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હુકમે જિલ્લાના કોંગી કાર્યકરોમાં ચર્ચા પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular