Saturday, November 7, 2026
Homeરાજ્યજામનગરકમિશનર દ્વારા મિલ્કત વેરાના 6 કર્મચારીઓને છૂટા કરાયા

કમિશનર દ્વારા મિલ્કત વેરાના 6 કર્મચારીઓને છૂટા કરાયા

2 કાયમી કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ

જામનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં કેટલાક મિલકતધારકોની બાકી વેરાની રકમ ઓનલાઈન નીલ કરી દેવાના મામલે કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે રૂ. 1.50 લાખ જેટલી વેરાની રકમ ઓનલાઈન સિસ્ટમમાં નીલ કરવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

- Advertisement -

સમગ્ર મામલે કમિશનર દીપેશ કેડિયા દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 5 આઉટસોર્સ અને 1 કરાર આધારિત કર્મચારીને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. જ્યારે 2 કાયમી કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular