જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં આધેડને છાતીમાં દુ:ખાવો ઉપડતા પડી જતાં બેશુદ્ધ થઇ જવાથી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ રાજસ્થાનના જોધપુર માનસાગર જિલ્લાના બાવડી તાલુકાના રાજપુતોકી ધાણિયા ગામનો વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ખાનગી કંપનીની ટાઉનશીપમાં રહેતાં હરિસિંહ આમસિંહ રાઠોડ (ઉ.વ.51) નામના આધેડને ગઇકાલે બપોરે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલે દવા લેવા જતા હતા ત્યારે હોસ્પિટલ નજીક જ બેશુદ્ધ થઇ પડી ગયા હતા. ત્યારબાદ આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે અમનભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એ. એચ. નોઇડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


