Connect with us

શહેર

જામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

વધુ ચાર શખ્સોના નામો ખૂલ્યા : 14,400 ની રોકડ અને ટીવી સહિત કુલ 28,400 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં ટાંકફળીમાં રહેતો શખ્સ મોબાઇલમાં ક્રિકેટના લાઈન એપ્લીકેશનમાં રનફેરનો જૂગારનો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન 14,400 ની રોકડ રકમ અને 10 હજારનું ટીવી મળી કુલ રૂા.28,400 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. તેમજ પૂછપરછ દરમિયાન વધુ ચાર નામો ખુલ્યા હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં આવેલી ટાંકફળીમાં સાંકળી ગલીમાં રહેતા પ્રવિણ ભાણજી સોનેરી નામનો શખ્સ ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણ સોનેરી તેના મકાનમાં ટીવી પર પ્રસારીત થતી મેચ નિહાળી મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ક્રિકેટ લાઈન એપ્લીકેશનમાં આવતા ભાવ જોઇને મોબાઇલ ફોન પર ક્રિકેટનો રનફેરનો જૂગાર રમાડતો ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા.14,400 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતનું એક ટીવી તથા રૂા.1500 ની કિંમતનું સેટઅપ બોકસ અને રૂા.2500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.28,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ ઝડપાયેલા પ્રવિણની પૂછપરછ હાથ ધરતા ભૂરો મોબાઇલ નં.96626 53531, ધોળકિયાભાઈ મો.98241 26321, લખમણભાઈ મો.90237 70389 અને જયેશભાઈ ખારવા મો.92650 22929 નામના શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

શહેર

રાહત: જામનગર શહેરમાં જુલાઇ બાદ પ્રથમ વખત કોરોનાના સૌથી ઓછા કેસ

હરખાઇને લાપરવાહી દર્શાવશો નહીં: કેસ ઘટ્યા છે પણ કોરોના ગયો નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓ માટે આજે ખૂબ જ રાહત ભર્યા સમાચાર આવ્યા છે. જુલાઇ બાદ પ્રથમ વખત જ જામનગર શહેરમાં કોરોના પોઝીટીવના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં કોરોના પોઝીટીવના માત્ર 15 નવા કેસ નોંધાયા છે. જે સામે 25 દર્દીઓ સ્વસ્થ થયા છે. જામનગર શહેરમાં હવે માત્ર કોરોનાના 171 એકટીવ કેસ રહ્યાં છે. એક સમયે શહેરમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકર્યો હતો કે 24 કલાકમાં પોઝીટીવ કેસનો આંકડો સદીને આંબવા લાગ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યાંનું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે, જેની અસર જામનગર શહેરમાં પણ જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ક્રમશ: ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે આજે ઘટીને માત્ર 15 નવા કેસ સુધી પહોંચી ગયો હતો, જે જામનગરવાસીઓ માટે ખૂબ જ રાહતની વાત છે. જો કે, કોરોનાના ઘટતા કેસથી હરખાઇને બેદરકાર કે લાપરવાહ થવાની જરૂર નથી. હવે આપણી સતર્કતા અને સાવચેતી જ નક્કી કરશે કે આપણે કઇ તરફ જઇ રહ્યાં છીએ. વિશ્ર્વભરના તજજ્ઞો ઠંડીની સીઝન દરમ્યાન કોરોનાની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે અને યુરોપના દેશોમાં તેની અસર પણ દેખાવા લાગી છે. ત્યારે ભારતમાં ઘટી રહેલા સંક્રમણને જાળવી રાખવા માટે વિશેષ સાવધાની જરૂરી બની રહે છે. જરા સરખી બેદરકારી કે લાપરવાહી આ સંક્રમણને ફરીથી વકરાવી શકે છે. ત્યારે શહેરના લોકોને કોરોના અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે અમલ કરવા અપીલ કરવામાં આવે છે. માત્ર સાવચેતીથી જ કોરોના સામેનો જંગ જીતી શકાશે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર તથા જિલ્લામાં વધુ 26 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર તથા જિલ્લામાં વધુ 26 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

1.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર જકાતનાફકું, મોહનનગર શેરી નં.૧, દિનેશભાઈ જીવણભાઈ ભરડીયાના એક ઘરનો વિસ્તાર.

2.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં.૬૩/૬, કમાલનગર, વુલનમીલ રોડ, બુહેચા નિશા અરવિંદભાઈના એક ઘરનો વિસ્તાર.

3.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ર૦૪, વિનાયક રેસીડન્સી – ૧, શિવમ પાર્ક સોસા. ખોડીયાર કોલોની, પ્રમોદકુમાર ગર્ગના એક ઘરનો વિસ્તાર.

4.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી અન્નપુર્ણા મંદિર પાસે, કાલાવડ નાકા બહાર, અજાણી શાંતાબેન કાંતીભાઈના એક ઘરનો વિસ્તાર.

5.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોલોની પાછળ, અરવિંદ એમ્પોરીયમ, મોહનભાઈ વીરજીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.

6.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ગ્રીન યઉનશીપ વર્ધમાન – ૩, પ્લોટ નં. ર૧, ઠેબા ચોકડી, યુવા નિમેષ પરમાર, બેબીબેન પરમાર, જલ્પા પરમાર, નિમિષ પરમાર, કિશોર પરમાર તથા સંગીતા નિમીષ પરમારના એક ઘરનો વિસ્તાર.

7.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃઆશિષ શેરી નં. ૩બી/એચ.બી. હોસ્પીટલ નવાગામ ઘેડ, ગોહિલ ઈન્દ્રજીતસિંહ ગોવિંદસિંહના એક ઘરનો વિસ્તાર.

8.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર ર૦/૭, મધુરમ રેસીડન્સી વિનાયક પાર્ક, બીપીનકુમાર નાકરના એક ઘરનો વિસ્તાર.

9.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાંઈગોરી નિવાસ, એરફોર્સ – ૧, દરગાહ પાસે, ઢીચડા રોડ, નંદનવન સોસા. શાંતાબેન વેલજીભાઈ ભીલના એક ઘરનો વિસ્તાર.

10.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરનગર ગોકુલનગર, બાપાસીતારામ મઢુલી પાસે, મહાકાળી પ્રો. પાસે, લક્ષમીબેન નાનજીભાઈ કણજારીયાના એક ઘરનો.

11.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઉગમકૃપા, સેકન્ડ ચોક, રામવાડી – ૧, શાક માર્કેટ પાસે, ગુલાબનગર, પ્રદિપભાઈ કે. કણજારીયાના એક ઘરનો વિસ્તાર.

12.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં. ર, સિધ્ધી વિનાયક રેસી. ફલેટ નં. ર૦૧, રાધેકૃષ્ણ મંદિર રોડ, ખોડીયાર કોલોની, વસોયા ચંદ્રીકાબેન શૈલેષભાઈના અકે ઘરનો વિસ્તાર.

13.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાખોટા મીગ કોલોની, બ્લોક નં. ૧૬/૯૫, પ્રદર્શન ગ્રાઉન્ડ, જીતેન્દ્રગીરી સોમગીરી ગોસાઈના એક ઘરનો વિસ્તાર.

14.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક શેરી નં. ર, ફલેટ નં. ર૦ર, મનોહરભાઈ ભડાઢાના એક ઘરનો વિસ્તાર.

15.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, સુલસા રેસી., દેવબાગ પાસે, ચાંદી બજાર, નરેન્દ્રભાઈ ઝવેરીના એક ઘરનો વિસ્તાર.

16.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરેડ ગોકુલધામ સોસા., રૂમ નં. રર૧/૧ર, ખોડીયાર મંદિર પાછળ, અનિલકુમાર રામેશ્વરના એક ઘરનો વિસ્તાર.

17.   જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં યોગેશ્વરધામ, રાહુલ ફિરોઝભાઈના એક ઘરનો વિસ્તાર

18.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીરપાર્ક, શેરી નં. ૪, પ્લોટ નં. ૧૮૦, રણજીતસાગર રોડ, સંઘાણી વર્ષાબેનના એક ઘરનો વિસ્તાર.

19.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોર ફળી, પંજાબ બેંકવાળી શેરી, આંબલી શેરી, દિપકભાઈ મનસુખભાઈ મકીમ તથા પ્રવિણાબેન દીપકભાઈ મકીમના એક ઘરનો વિસ્તાર

20.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હિમાલય સોસા. શેરી નં. ૧, દલસુખ ગોરધન વડગામાના એક ઘરનો વિસ્તાર.

21.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બુરહાની પાર્ક, ઉજેફાભાઈ તાહેરભાઈ ધાબરીયાના એક ઘરનો વિસ્તાર.

22.   જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલજુનું ગામ પાસે પ્રભુલાલ બેચર પનારાનું ઘર કુલ ઘર ૧

23.   જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુસ ગામમાં આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં ચન્દ્રસિંગ જેશીંગ ચૌહાણનું ઘર કુલ ઘર ૧

24.   જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ ગરબી ચોક પાસે હેમંત દામજી નકુમનું  ઘર કુલ ઘર ૧

25.   જામનગર જીલ્લાના ધ્રોલ નગર પાલીકા વિસ્તારના ચાર ચોક ચંદનવાસમાં આવેલ હિતેશ કટેશીયાનું ઘર કુલ ઘર ૧

26.   જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં કંસારા શેરીમાં આવેલ અતુલ અમૃત કુરેશીનું ઘર કુલ ઘર ૧

-: અમલવારીનો સમય :-
આ જાહેરનામું તા.૨૬/૧૦/૨૦૨૦ થી તા.૦૫/૧૧/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

 

વધુ વાંચો

શહેર

કોરોના વોરિયર્સનું યોગ કોચ દ્વારા સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા કોરોનાની મહામારીમાં સેનેટાઇઝેશન તેમજ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારીમાં જામનગરમા રાત દિવસ જોયા વગર જાહેર જનતા માટે સેનેટાઇઝર, માસ્ક સોશિયલ ડિસ્ટન્સ જળવાય એમના પ્રશ્નોનું નિરાકરણ લાવી સાથ અને સહકારથી દરેક નાગરિકને મદદરૂપ થનાર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર આનંદભાઈને કોરોના યોદ્ધાના મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત આ તકે લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત વાળા લોકોને બંને ટાઈમ 1100 લોકો સતત દરરોજનું ભોજન પહોંચાડી સતત લોકોની ચિંતા કરવા બદલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મહસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીને યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલ બેન ભુવા દ્વારા સન્માનિત કર્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ