જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી ટીકડાઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલી પંચવટી સોસાયટી, શેરી નંબર 3માં વસવાટ કરતો અને લાલપુર તાલુકાના બાધલા ગામનો વતની હાર્દિકભાઇ ચંદુભાઇ કથિરિયા (ઉ.વ.25) નામના યુવાને ગત્ તા. 05ના રોજ રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન શુક્રવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ હિરેન દ્વારા જાણ કરાતા હે.કો. એચ. આર. સાગઠિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


