Saturday, November 7, 2026
Homeરાજ્યહાલારપત્નીના કોર્ટ કેસથી કંટાળી યુવાનનો આપઘાત

પત્નીના કોર્ટ કેસથી કંટાળી યુવાનનો આપઘાત

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા પ્રવીણભાઈ જેન્તીભાઈ રામાવત નામના 38 વર્ષના બાવાજી યુવાને ગત તા. 16 ઓક્ટોબરના રોજ મીઠાપુર નજીક આવેલા નાગેશ્વર ગામની સીમમાં જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

મૃતક પ્રવીણભાઈના પત્ની છેલ્લા કેટલાક સમયથી પોતાના માવતરે રીસામણે હોય, તેણીએ પ્રવીણભાઈ ઉપર જૂનાગઢની કોર્ટમાં કેસ કર્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા સાતેક વર્ષથી એકલવાયું જીવન જીવતા અને કોર્ટ કેસથી કંટાળી જઈને પ્રવીણભાઈ રામાવતે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ તેમના નાનાભાઈ અશોકભાઈ જેન્તીભાઈ રામાવતે મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular