Saturday, November 7, 2026
HomeવિડિઓViral Videoસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા 'પીકોક ફટાકડા'નો અદભુત વીડિયો

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ‘પીકોક ફટાકડા’નો અદભુત વીડિયો

સોશિયલ મીડિયા પર અવનવા અને આકર્ષક વીડિયો સતત લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. દિવાળીના પર્વ પર માર્કેટમાં હંમેશાં અવનવા અને આકર્ષક ફટાકડા જોવા મળતા હોય છે, જેમાં આ વર્ષે બજારમાં કંઈક હટકે અને નવો ફટાકડો જોવા મળ્યો છે. હાલમાં ફટાકડાની આ અનોખી અને મનોરંજક ડિઝાઇજનો વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.

- Advertisement -

આ વાઇરલ વીડિયોમાં દેખાતો ‘પીકોક ફટાકડો’ (Peacock Firecracker) એકદમ યુનિક અને નવો કન્સેપ્ટ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બોક્સ પર મોરના આકારની નાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. જ્યારે આ ફટાકડાને સળગાવવામાં આવે છે, ત્યારે તે સામાન્ય ફટાકડાની જેમ ફૂટવાને બદલે અદ્ભુત રીતે મોરની જેમ પોતાના સુંદર પીંછા ફેલાવીને રંગબેરંગી રોશની અને તણખા ચારેય તરફ વિખેરે છે. મોર કળા કરતો હોય તેવો આ નજારો જોઈને નેટીઝન્સ ભારે મંત્રમુગ્ધ થવાની સાથે રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તહેવારોની સિઝનમાં આવા ક્રિએટિવ ફટાકડા બાળકોથી લઈને વડીલો સૌ કોઈ માટે કુતૂહલ અને મનોરંજનનું કેન્દ્ર બની જાય છે.આ વાઇરલ વીડિયો X પર Savoir Vivre નામના એકાઉન્ટ પરથી “Peacock firecracker” કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ પ્રકારના ક્રિએટિવ ફટાકડા સોશિયલ મીડિયા પર લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નેટીઝન્સ આ અનોખી કળા અને ટેકનોલોજીના મિશ્રણને ખૂબ પસંદ કરી રહ્યા છે તથા વીડિયોને લગાતાર શેર કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular