Saturday, November 7, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયટ્રમ્પે દીવો પ્રગટાવ્યો અને ભેટ તરીકે મેળવી 'હનુમાન ચાલીસા': વ્હાઇટ હાઉસમાં દિવાળીની...

ટ્રમ્પે દીવો પ્રગટાવ્યો અને ભેટ તરીકે મેળવી ‘હનુમાન ચાલીસા’: વ્હાઇટ હાઉસમાં દિવાળીની ભવ્ય ઉજવણી

ઓવલ ઓફિસમાં યોજાયો ખાસ કાર્યક્રમ, ભારતીય-અમેરિકન દિગ્ગજો અને CEO રહ્યા ઉપસ્થિત

હાલમાં ભારત સહિત વિશ્વભરમાં પ્રકાશ પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આ ક્રમમાં અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે પણ દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી, જ્યાં તેમને વિશેષ ભેટ તરીકે ‘હનુમાન ચાલીસા’ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

શુક્રવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં આ ખાસ દિવાળી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સહિત અનેક અગ્રણી ભારતીય-અમેરિકન અધિકારીઓ, ઉદ્યોગસાહસિકો અને મોટી કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન GOQii ટેક્નોલોજીસના સ્થાપક અને CEO વિશાલ ગોંડગાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગૌસ્વામી તુલસીદાસ રચિત ‘હનુમાન ચાલીસા’ની એક પ્રત ભેટમાં આપી હતી. ગોંડગાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ક્ષણના ફોટોઝ શેર કરતા લખ્યું કે, “ઓવલ ઓફિસમાં રોશની શેર કરવાનો આ એક ઐતિહાસિક ક્ષણ છે. કરોડો લોકોની હિંમત, ભક્તિ અને શક્તિના પ્રતીક સમાન હનુમાન ચાલીસા ટ્રમ્પને અર્પણ કરતા ગર્વ અનુભવાય છે.”

- Advertisement -

આ ઉજવણીમાં યુએસ વિદેશ સચિવ માર્કો રુબિયો, ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી, આઈબીએમ (IBM) ના સીઈઓ અરવિંદ કૃષ્ણા, એફબીઆઈ (FBI) ડિરેક્ટર કાશ પટેલ, યુએસ એનઆઈએચ (NIH) ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય, પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના, માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા અને ધલ્લા ગ્રુપના સીઈઓ રૂબી ધલ્લા સહિતના અગ્રણી ભારતીય અને અમેરિકન અગ્રણીઓએ ભાગ લીધો હતો.

વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા આજે 23 વર્ષ જૂની થઈ ચૂકી છે. આ પરંપરાની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે કરી હતી. ત્યારબાદ 2009માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં વ્યક્તિગત રીતે દીવો પ્રગટાવનારા પ્રથમ યુએસ રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારથી ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમ જેવા મુખ્ય વિભાગોમાં આ પરંપરા નિરંતર ઉજવાતી આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular