Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ

ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ

મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ

- Advertisement -

ખંભાળિયામાં રહેતી સગીર વયની તરૂણી પર અહીંના એક યુવાને દુષ્કર્મ ગુજારવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખ્સને મદદગારી કરવા સબબ અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતી 16 વર્ષ 9 માસની વયની એક સગીરાને અહીંના નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે લલચાવી-ફોસલાવી, તેણી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં નિકેશ પ્રજાપતિ દ્વારા તેણીની સાથે અવારનવાર જુદા-જુદા સ્થળોએ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.
ગત જાન્યુઆરી માસથી શરૂ થયેલા આ પ્રકરણમાં ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ નિકેશે સગીરાને એક સ્થળે બોલાવી અને તેણીનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનું કહ્યું હતું. આથી ઉપરોક્ત સગીરા તેણીની 14 વર્ષ 2 માસની વયની નાની બહેનને સાથે લઈને ચોક્કસ સ્થળે રૂમ પર ગઈ હતી. અહીં આરોપી નિકેશે સગીરાની નાની બહેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને નિકેશ સાથે એકલા રૂમમાં જવાની ના કહી દીધી હતી. આથી અહીં રહેલા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ મોટી બહેનને દુપટ્ટા વડે હાથ-પગ બાંધી અને આરોપી આશિષ કારુભાઈ આહિરે છરી બતાવી અને જો તેણી રાડા-રાડી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી નિકેશ પ્રજાપતિએ મોટી બહેનને બાંધી રાખી, નાની બહેન સાથે મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું જાહેર થયું છે.

બે સગીર બાળા ઉપર દુષ્કર્મ ગુજારવા સબબ સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મુખ્ય આરોપી એવા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ સાથે મદદગારી કરનારા આશિષ કારુભાઈ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular