પીજીવીસીએલ દ્વારા પાછલા સપ્તાહ દરમ્યાન જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન કુલ 524 વીજ જોડાણોમાંથી 464 લાખની ગેરરીતી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજચોરીનું દૂષણ અને વીજ વપરાશમાં થતી ગેરરીતિઓને અટકાવવાના હેતૂસર તા. 12 થી 17 ઓકટોબર દરમ્યાન જામનગર પીજીવીસીએલ સર્કલ હેઠળના જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર, લાલપુર, ખંભાળિયા, કલ્યાણપુર, ઓખામંડળ સહિતના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 53 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન વિવિધ ટીમોએ 3836 વીજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરતાં કુલ 584 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ હતી. પીજીવીસીએલ દ્વારા એક સપ્તાહના ચેકિંગ દરમ્યાન કુલ રૂા. 464 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.
View this post on Instagram


