Monday, October 19, 2026
Homeરાજ્યજામનગરવિસ્ફોટક ફટાકડાનો ગેરકાયદેસર રાખેલો જથ્થો કબ્જે કરતું એસઓજી- VIDEO

વિસ્ફોટક ફટાકડાનો ગેરકાયદેસર રાખેલો જથ્થો કબ્જે કરતું એસઓજી- VIDEO

જામનગર શહેર અને જિલ્લામાં દીવાળીના તહેવારને ઘ્યાનમાં રાખીને એસઓજીની ટીમે લાયસન્સ વગરના રાખેલા ફટાકડાની રૂા. 6,67,830ની કિંમતના 392 બોક્સ ફટાકડા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળીના તહેવારને ઘ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. દરમ્યાન પો.કો. મયૂરસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ. એમ. ઝેર, એ. વી. ખેર તથા સ્ટાફે બેડેશ્વરમાં શક્તિ ફર્નિચરની બાજુમાં આવેલા ગોડાઉનમાં સચિન બચુભાઇ ભારાઇ નામના શખસ દ્વારા ગેરકાયદેસર વિસ્ફટકોનો જથ્થો સંગ્રહ કરેલા સ્થળેથી રેઇડ દરમ્યાન પોલીસે ફાયર સેફટીના સાધનો વગર રાખેલા જુદી જુદી કંપનીના રૂા. 6,67,830ની કિંમતના વિસ્ફોટક ફટાકડાના જુદી જુદી બનાવટના 392 બોક્સ સાથે સચિન ભારાઇ (રહે. રબારીપાડો, જામજોધપુર) નામના શખ્સને ઝડપી લઇ તેના વિરૂદ્ધ સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ગોડાઉન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular