જામનગર શહેરના વાયુનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં 6 શખ્સોને એલસીબી સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 1,70,500ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગર શહેરમાં બાવળની ઝાડીઓમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 50,400ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી નાશી ગયેલા બે સહિતના કુલ પાંચ શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના વાયુનગર, શેરી નંબર પાંચમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની એલસીબીના અરજણભાઇ કોડિયાતર, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમિયાન એલસીબીએ કાના રામા અપારનાથી, કમલેશ કાચા કારિયા, લખમણ મેરગ ચાવડા, વીરમ ભારા મંદોરા, આલા હદા કંડોરિયા, માલદે વેરશી રૂડાચ નામના છ શખ્સોને રૂા. 20,500ની રોકડ રકમ અને ગંજીપના તથા રૂા. 1,50,000ની કિંમતના ત્રણ બાઇક મળી કુલ રૂપિયા 1,70,500ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના આહિર કન્યા છાત્રાલય સામે બાવળની ઝાડીઓમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે મહિપતસિંહ જોરૂભા રાઠોડ, નીતિન ધનજી ચાવડા અને મહાવીરસિંહ ચંદુભા રાઠોડ નામના ત્રણ શખસોને રૂા. 10,400ની રોકડ રકમ અને રૂા. 40 હજારની કિંમતનું બાઇક તથા ગંજીપતા મળી કુલ રૂા. 50,400ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં અજય દિનેશ શિહોરા, અનિલ મનસુખ શિહોરા નામના નાશી ગયેલા બે સહિતના પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


