Friday, October 30, 2026
Homeરાજ્યજામનગર108ની ટીમ દ્વારા રસ્તામાં જ મહિલાની સફળ પ્રસૂતિ

108ની ટીમ દ્વારા રસ્તામાં જ મહિલાની સફળ પ્રસૂતિ

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રાત્રિ દરમિયાન સિકંદદેવી રિતેશકુમાર સિંઘ (ઉ.વ.23) નામની સગર્ભા યુવતીને પ્રસૂતિની પીડા થવાથી 108 એમ્બ્યુલન્સમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમે યુદ્ધના ધોરણે સમર્પણ ચોકડીથી નિયત સ્થળે પહોંચી ગઇ હતી. 108ની ટીમના ઇએમટી દિપ્તિ મારૂ અને પાઇલોટ રાજેશભાઇ સહિતની ટીમ મોટી ખાવડી પહોંચતા દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે 108ની ટીમે યુવતીને હોસ્પિટલ લઇ આવવા નીકળ્યા હતા. ત્યારબાદ રસ્તામાં જ યુવતીને પ્રસૂતિની પીડા થવાથી 108ના ઇએમટી દ્વારા નોર્મલ સફળ ડિલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવી 108ની ટીમ સંજીવની સાબિત થયા હતા. યુવતીની સફળ ડિલેવરી બાદ તેના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનિય કામગીરી સંદર્ભે આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular