જામનગરના ધ્રોલમાં ત્રિકોણબાગ પાસે એસટી બસ રસ્તામાં જ બંધ પડી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોને સમયસર તેમના ગંતવ્યસ્થળે પહોંચાડવાની જવાબદારી ધરાવતી એસટી બસને ચાલુ કરવા માટે મુસાફરોએ જ ધક્કા મારીને બસ આગળ ધપાવી હતી.
બસ રસ્તામાં બંધ પડતાં મુસાફરોને બસ ચાલુ કરાવવા માટે ધક્કા મારવા પડ્યા હતા. મુસાફરી માટે ભાડું ચૂકવતા મુસાફરોને રસ્તા પર ઊતરીને બસ ચાલુ કરાવવા મહેનત કરવી પડે, તો એસટીની સુવિધા સામે સવાલ ઊઠે તે સ્વાભાવિક છે. મુસાફરોને મુકામ સુધી પહોંચાડતી એસટી બસને જ ધક્કાની જરૂર પડે તો મુસાફરોની હાલત કેવી થાય?
View this post on Instagram
એસટી બસની આવી સ્થિતિને લઈને મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. જાહેર પરિવહનની બસો રસ્તામાં બંધ ન પડે અને મુસાફરોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે બસોની યોગ્ય જાળવણી અને સમયસર તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.


