Friday, October 30, 2026
Homeરાજ્યહાલારધ્રોલમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

ધ્રોલમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

ધ્રોલ ગામમાં રહેતાં વયોવૃદ્ધ વૃદ્ધાની તબિયત લથડતાં હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં નગીના મસ્જિદ પાસેના વિસ્તારમાં રહેતાં મેમુનખાતુનબેન અબ્દુલકરીમ નૂરમામદ (ઉ.વ. 86) નામના વૃદ્ધાની ગઇકાલે સાંજે તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન હૃદયરોગના હુમલાથી મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહમદભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular