Friday, October 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સીઝનમાં પહેલીવાર ગુલાબી ઠંડીનો અહેસાસ

જામનગરમાં સીઝનમાં પહેલીવાર ગુલાબી ઠંડીનો અહેસાસ

ન્યુનતમ તાપમાન પહેલી વખત 20 ડિગ્રીની નીચે સરકયું : મહતમ તાપમાન યથાવત

સતત ઘટી રહેલા ન્યુનતમ તાપમાનને કારણે જામનગર શહેરમાં ગઇકાલે રાત્રે સીઝનમાં પહેલી વખત ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળા જેવા આકાર તાપ બાદ ગઇરાત્રે ન્યુનતમ તાપમાનનો પારો પહેલી વખત 20 ડિગ્રીની નીચે સરકયો હતો. વહેલી સવારે ન્યુનતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. જો કે, દિવસના તાપમાનમાં હજુ સુધી કોઇ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. દિવસનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં સતત થઇ રહેલાં ઘટાડાને કારણે લોકોએ સુકી હવાનો અહેસાસ પણ કર્યો હતો.

- Advertisement -

દરમ્યાન બંગાળની ખાડીમાં ઉદભવેલું અર્નબ વાવાઝોડું ઉત્તર ભારત અને નેપાળ તરફ આગળ વધી જતાં ગુજરાતમાં ઉતર તરફથી ફૂંકાતા પવનનો પ્રવાહ ફરી શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેને કારણે શહેરીજનોએ સીઝનમાં પહેલી વખત ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ખાસ કરીને ખુલ્લા વિસ્તારમાં શિયાળા જેવી ઠંડીનો અનુભવ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં છુટાછવાયા હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular