લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં આવેલી માર્કેટમાંથી સ્થાનિક પોલીસે બોગસ તબીબને દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરતો ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એલસી-8 ગેટની સામે આવેલી માર્કેટમાં ડિગ્રી વગર બોગસ તબીબ તરીકે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની જાણના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન ઉદયન અધીર બિશ્વાસ (ઉ.વ.54) (રહે. મૂળ ચંદનનગર, તા. ક્રિષ્નગંજન, જિ. નદિયા, પ.બંગાળ) નામના બોગસ તબીબને ઝડપી લઇ તેની પાસેથી દવાઓ અને સાધનો મળી કુલ રૂા. 1,690નો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


