Friday, October 30, 2026
Homeરાજ્યહાલારસાસુના મોત બાદ માનસિક અસ્વસ્થ પુત્રવધૂનો આપઘાત

સાસુના મોત બાદ માનસિક અસ્વસ્થ પુત્રવધૂનો આપઘાત

નાની ભલસાણ ગામના વાડી વિસ્તારમાં દવા ગટગટાવી : સારવાર કારગત ન નિવડી : ગ્રામ્ય ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ

કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીના સાસુનું ચાર માસ અગાઉ અવસાન થયા બાદ ગુમસુમ રહેતી, માનસિક અસ્વસ્થ યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામના વાડી વિસ્તારમાં જમનભાઇ જેપારના ખેતરે રહેતી સાધનાબેન ક્રિષ્ના ગેડા (ઉ.વ.22) નામની પરિણીત યુવતીના સાસુનું ચાર માસ અગાઉ અવસાન થયું હતું. ત્યારથી ગુમસુમ રહેતી હતી અને પરિણીતાની માનસિક સ્થિતિ સારી ન હોય જેથી યુવતીએ ગત્ તા. 28ના મદ્યરાત્રિના સમયે ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન ગુરૂવારે રાત્રિના મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ક્રિષ્ના ઉર્ફે કાનાભાઇ દ્વારા જાણ કરાતા ગ્રામ્ય ડીવાયએસપી પીયુષ વાંદા તથા સ્ટાફ દ્વારા હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular