Friday, October 30, 2026
Homeરાજ્યજામનગરખંભાળિયામાંથી ચાંદી શુદ્ધ કરવાની ગેરકાયદેસર ફેકટરી ઝડપાઇ

ખંભાળિયામાંથી ચાંદી શુદ્ધ કરવાની ગેરકાયદેસર ફેકટરી ઝડપાઇ

સોની વેપારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાંદી શુદ્ધ કરવાનું કૃત્ય : એલસીબી દ્વારા બે શખ્સોને દબોચી કાર્યવાહી

ખંભાળિયા શહેર નજીક અહીંના એક સોની વેપારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાંદી શુદ્ધ કરવાની ફેક્ટરી ઊભી કરી માનવ જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવા સબબ એલસીબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી, આ પ્રકરણમાં બે શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં રંગ મહોલ સ્કૂલ સામે ડેરાફળી વિસ્તારમાં રહેતા અને ખંભાળિયા શહેર નજીકના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં મારુતિ નગર ખાતે ફેક્ટરી ધરાવતા રૂપેશ રસિકભાઈ હંસરાજભાઈ કલોલિયા (ઉ.વ. 45) નામના સોની વેપારી યુવાને પૂર્વયોજિત રચી, પાસ પરમિટ વગર અહીં ચાંદી શુદ્ધ કરવાની ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી. વધુમાં જાહેર કરાયેલી વિગત મુજબ ચાંદી શુદ્ધ કરવા માટે કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર 280 લિટર નાઈટ્રીક્ટ એસિડ તથા 35 લીટર હાઇડ્રોક્લોરિક એસિડ અને 35 લીટર સલ્ફ્યુરિક એસિડ તેમણે પોતાની મારુતિ નગર સોસાયટીમાં આવેલી આ ફેક્ટરીમાં રાખ્યા હતા.

ચાંદી શુદ્ધ કરતી વખતે માનવ જિંદગી જોખમાય તેવી પૂરી શક્યતા હોય, આરોપી દ્વારા જામનગર ખાતે રહેતા અને કેમિકલ્સનો વેપાર કરતા કેતન કિશોરભાઈ જાવિયા (ઉ.વ. 42)ની મદદથી આ સમગ્ર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવતી હોવાનું વધુમાં જાહેર થયું છે. વર્ષ 2025ના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ઉપરોક્ત કાર્યવાહીની નોંધ બાદ વધુ તપાસ પછી બંને વેપારીઓ દ્વારા આ પ્રકારે ગુનાહિત કૃત્ય કરવા સબબ એલસીબી વિભાગના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બંને આરોપીઓ સામે ધ પોઇઝન્સ એક્ટ તેમજ બી.એન.એસ. સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular