Friday, October 30, 2026
Homeરાજ્યજામનગરનરેન્દ્ર મોદી સ્ટેડીયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઇ પટેલ રાખવા માંગણી

નરેન્દ્ર મોદી સ્ટેડીયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઇ પટેલ રાખવા માંગણી

ભારતના લોખંડી પુરુષ અને દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે દેશની જનતાની લાગણી, ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતા જોડાયેલી છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું તે અંગે અમે અમારી અસંમતિ અને વિરોધ વ્યક્ત કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ અનેક રજવાડાંઓનું એકીકરણ કરીને ભારતની એકતા અને અખંડિતતામાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમનું યોગદાન દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. આવી મહાન વિભૂતિના નામ સાથે જોડાયેલા સ્ટેડિયમનું નામ બદલાવાથી તેમની ઐતિહાસિક ઓળખ અને વારસા અંગે લોકોની લાગણીઓ જોડાયેલી છે.

- Advertisement -

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે. જેથી દેશની એકતા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સરદાર પટેલને યોગ્ય સન્માન મળી રહે અને આવનારી પેઢીઓ પણ તેમના ઐતિહાસિક યોગદાનથી પ્રેરણા મેળવતી રહે તેવી સંબંધિત સત્તાધીશોને આ માંગણીને ગંભીરતાથી ધ્યાનમાં લે અને સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી જિલ્લા પંચાયત પૂર્વ વિરોધ પક્ષના નેતા જયંતીલાલ પી. મારવિયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular