Saturday, October 17, 2026
Homeવિડિઓલાલપુરમાં લૂંટ અને હત્યાના બનાવમાં સગીરા કામવાળી સહિત બે ની ધરપકડ

લાલપુરમાં લૂંટ અને હત્યાના બનાવમાં સગીરા કામવાળી સહિત બે ની ધરપકડ

લાલપુર ગામમાં રહેતાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની પાંચ દિવસ પૂર્વે લૂંટના ઇરાદે હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી સગીરા કામવાળી અને તેના સાગરીતને લૂંટના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં પારેખબાગ રોડ પરના વિસ્તારમાં રહેતાં મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉ.વ.66) નામના વૃદ્ધ પીજીવીસીએલમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયા હતાં અને વૃદ્ધના પત્ની અને તેનો પુત્ર અમદાવાદમાં રહેતાં હતાં પુત્રના ઘરે બે નાના બાળકો હોવાથી વૃદ્ધના પત્ની અમદાવાદમાં પુત્ર સાથે રહેતાં હતાં જ્યારે મનસુખભાઈ લાલપુરમાં રહેતાં હતાં અને એકલવાયુ જીવન જીવતા હતા. ગત રાત્રિના સમયે મનસુખભાઈના ઘરમાં રાત્રિ દરમિયાન અંધારુ હોવાથી આજુબાજુમાં રહેતાં રહેવાસીઓને શંકા જવાથી વૃદ્ધના ભાઈ મહેન્દ્રભાઈને પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેન્દ્રભાઈ વૃદ્ધ ભાઈના ઘરે આવ્યા અને ઘરમાં તપાસ કરતા મનસુખભાઈ વાછાણી નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

બનાવ અંગેની જાણ થતા એએસપી પ્રતિભાની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ એ. જી. જાડેજા, એસ.પી. ગોહિલ, એએસઆઇ દિલીપસિંહ ગોહિલ, પો.કો. પ્રવીણભાઇ બૈડિયાવદરા, દિવ્યેશભાઇ ભીંભા, સંદીપભાઇ હુણ, રવિભાઇ આંબલિયા, અર્જુનસિંહ વાળા, દિગ્વિજયસિંહ જાડેજા તથા જીઆરડી આશિષિગીરી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકના ભાઇ મહેન્દ્રભાઇની ફરિયાદના આધારે શકદાર મૃતકના ઘરની કામવાળી તથા અન્ય શખ્સ દ્વારા હત્યા નિપજાવી હોવાની આશંકા દર્શાવાઇ હતી. જેના આધારે પોલીસે મળેલી બાતમીના આધારે રેલવે પોલીસ (પુના-મહારાષ્ટ્ર)ની મદદથી અક્ષય અરવિંદ મોયડા (ઉ.વ.25) (વેઇટર) (રહે. મીઠાપુર, તા. દ્વારકા) નામના હત્યારા તથા સગીરા કામવાળીને ઝડપી લઇ આ બન્ને પાસેથી લૂંટ કરાયેલા રૂા. 98,683ની રોકડ રકમ અને રૂા. 10,48,320ની કિંમતના 4 કિલો 999 ગ્રામ વજનના ચાંદીના નવ નંગ ચોસા સહિતના કુલ રૂા. 11,49,503ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને હત્યારાઓએ નિવૃત્ત વૃદ્ધની એકલતાનો ગેરલાભ ઉઠાવી હત્યા નિપજાવી લૂંટ આચરી હોવાની કેફિયત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular