મળતી વિગત મુજબ જોડિયા તાલુકાના બારાડી હડિયાણા ગામ પાસે ચેકડેમના ખાતમુહૂર્ત પ્રસંગની પત્રિકામાં તાલુકા પંચાયત પ્રમુખ વૈશાલીબેન ચનિયારાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પત્રિકામાં પ્રમુખની અવગણના કરવામાં આવતાં તેણીના પતિ મયૂર ચનિયારા દ્વારા પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે ફોન પર આક્રોશ ઠાલવ્યો હતો. જો કે, આ મામલે સિનિયર પૂર્વમંત્રી દ્વારા શાંતિપૂર્ણ જવાબ અપાયા હતા. આ પ્રકરણમાં પ્રમુખના પતિ દ્વારા અધિકારીઓ સાથે પણ ફોન પર વાતચીત કરી આક્રોશ ઠાલવ્યો હતો. સાથે સાથે મયૂરે રાઘવજીભાઇ પટેલ કોંગ્રેસના કાર્યકર્તાઓને આગળ કરતાં હોવાનો આક્ષેપ અને ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થવાથી ભારે ચકચાર જાગી છે.


