Saturday, October 17, 2026
Homeરાજ્યજામનગરઆજે રાત્રે જલાની જારની ગરબીમાં યોજાશે ઈશ્વર વિવાહ

આજે રાત્રે જલાની જારની ગરબીમાં યોજાશે ઈશ્વર વિવાહ

જામનગર શહેરની પ્રાચિન એવી જલાની જારની ગરબીમાં આજે રાત્રિના ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુરૂષો દ્વારા ઈશ્વર વિવાહ યોજાશે.

- Advertisement -

જામનગર શહેરમાં હાલમાં નવરાત્રિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હાલમાં 21મી સદી ડીજેનો યુગ થયો છે અને હવે અનેક પાર્ટી પ્લોટોમાં ડીજે સાથે નવરાત્રિ મહોત્સવના આયોજનો થાય છે. પરંતુ આવા સમયમાં પણ જામનગરની અનેક ગરબીઓ તેની વિવિધ વિશેષતાઓથી પ્રચલિત છે. આવી જ એક ગરબી એટલે જામનગર શહેરના જલાની જાર વિસ્તારની જલાની જારની ગરબી પ્રખ્યાત છે. અંદાજિત 323 વર્ષ જૂની આ ગરબીએ શરૂ થઇ ત્યારથી આજ દિવસ સુધી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે. આ ગરબીને હજુ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી.

જામનગરની 300 થી વધુ વર્ષ જૂની જલાની જારની ગરબી લાઉડ સ્પીકર કે સંગીતના વાજિંત્ર વિના માત્ર નોબતના તાલે યોજાય છે. જેમાં માત્ર પુરૂષો જોડાય છે. આ ગરબીમાં પુરૂષો પરંપરાગત લાલ, પીળા, કેસરી અબોટિયા પહેરીને ગરબે રમે છે. આ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અહીં દર વર્ષે આસો સુદ સાતમ એટલે કે સાતમા નોરતે ઇશ્ર્વર વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઇશ્ર્વર વિવાહનો પ્રારંભ થાય ત્યારથી એકપણ ક્ષણ વિરામ વિના સાડા ત્રણ કલાક સુધી સ્વકંઠે ગાવામાં અને રમવામાં આવે છે. ઇશ્ર્વર વિવાહ નિહાળી શ્રોતાગણ મંત્રમુગ્ધ થાય છે. કવિ દેવીદાસ કૃત રચિત ‘ઈશ્વરવિવાહ’ દરમ્યાન શ્રોતાગણો તેનો સાર સમજી શકે તે માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે.

- Advertisement -

આ ઈશ્વર વિવાહ જોવા અને ગાવા એ એક અદ્ભૂત લ્હાવો છે. આ ગરબી નિહાળવા સમગ્ર ગુજરાતમાંથી લોકો આવે છે. એક સમયે ગિનિશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આ ગરબીનું કવરેજ કરી ચૂકયું છે. ત્યારે જામનગરના લોકોને ઈશ્વર વિવાહ નિહાળવા પધારવા જલાની જાર ગરબી મંડળ દ્વારા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular