જામનગર શહેરમાં નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ખેલૈયાઓ અને નાગરિકો શાંતિપૂર્ણ તથા સુરક્ષિત માહોલમાં ઉજવણી કરી શકે તે માટે જામનગર પોલીસ સજ્જ બની છે. ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોને અગવડ ‘ન’ પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જામનગરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડિયા સહિત સર્વેલન્સ ટીમે પોતાના હદ વિસ્તારમાં સતત હાથ પેટ્રોલિંગ કર્યું હતું. નવરાત્રીની ઉજવણી દરમ્યાન શાંતિ અને સલામતી જાળવવાના હે તુથી ટીમે વિવિધ વિસ્તારોમાં નજર રાખી હતી.
View this post on Instagram
પેટ્રોલિંગ દરમ્યાન સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમ પંચેશ્વર વિસ્તારમાં આવેલી પ્રાચીન ગાયત્રી ગરબી મંડળ ખાતે પહોંચી હતી. અહીં આયોજકોએ ટીમનું સ્વાગત કરી ગરબામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આમંત્રણને માન આપી પીઆઇ વી.એમ.ડોડીયા તેમની સર્વેલન્સ ટીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.


