Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ફૂડ શાખા દ્વારા 303 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો

જામનગરમાં ફૂડ શાખા દ્વારા 303 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો

118 પેઢીઓમાં તપાસ હાથ ધરાઇ : 10 કિલો તેલ અને 59 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાસ : 19 પેઢીઓમાં અનહાઇઝિન પે્રેક્ટિસ જણાતા રૂા. 77 હજારનો દંડ

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિતની પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 118 પેઢીઓમાં ચેકિંગ કરતાં 303 કિલો અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ 19 પેઢીઓને રૂા. 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરીજનોની સુખાકારી માટે હેલ્ધી/હાઇજિન ફૂડ તથા ફાસ્ટ ફૂડ/રેંકડીઓમાં વપરાતા ખાદ્યતેલ/પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ હોટેલ/રેસ્ટોરન્ટમાં વાસી ફૂડ અંગે તપાસણી કરવા જણાતા ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, એસ.ટી. રોડ, સુમેર કલબ રોડ, દિગ્વિજય પ્લોટ, પ્રદર્શન મેદાન, ગુલાબનગર, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઇ ચોક, લાલપુર બાયપાસ, નંદનવન પાર્ક, 56-દિ. પ્લોટ, જોલી બંગલો, 58-દિગ્વિજય પ્લોટ, ઉદ્યોગનગર જેવા અલગ અલગ વિસ્તારના હોટલ/રેસ્ટોરન્ટ, ફરસાણ તથા ફેરિયા સહિત 118 પેઢીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ ચેકિંગ દરમ્યાન 303 કિલો વાસી જથ્થો અનહાજિનિક કંડિશનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ટીપીસી 25 થી વધુ જણાતા 10 કિલો તેલનો નાશ કરાયો હતો. 59 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન 19 પેઢીઓમાં અનહાઇજિન પ્રેકિટસ જણાતા કુલ રૂા. 77 હજારની પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. તપાસ દરમ્યાન કુલ 72 જેટલા સેમ્પલ લઇ ઢીચડા ખાતે તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા અને 11 નમુના વડોદરામાં ટેસ્ટીંગઅર્થે મોકલવામાં આવ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular