Saturday, September 19, 2026
Homeરાજ્યહાલારધ્રાફા ગામે ખેડૂતનો અગમ્ય કારણોસર આપઘાત

ધ્રાફા ગામે ખેડૂતનો અગમ્ય કારણોસર આપઘાત

પોતાના ખેતરે લીમડાના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામજોધપુરના ધ્રાફા ગામે રહેતાં ખેડૂતે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આપઘાતનું કારણ જાણવા સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે રહેતા અને ખેતીકામ કરતાં દીપકસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.55) નામના ખેડૂતે તા. 18ના સવારના સમયે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ લીમડાના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે શિવરાજસિંહ મજબૂતસિંહ જાડેજા દ્વારા પોલીસને જાણ કરાતા શેઠવડાળા હે. કો. એન. એન. આશાણી તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular