અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માત વળતર ચુકવવું ન પડે તે માટે અકસ્માતમાં સંડોવાયેલ વાહનની અસલ વીમા પોલિસીને વેલીડિટી સમયગાળા તથા અન્ય વિગતોમાં ફેરફાર કરી બનાવટી પોલિસીનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો આચર્યાની અમરેલીના શખ્સ વિરૂદ્ધ પંચ ‘એ’ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ અમરેલીના જેસીંગપરા સંઘરાજ કારખાનાવાળા વિસ્તારમાં રહેતાં યુવરાજસિંહ દાદુભા જાડેજાએ તા. 11-01-2024માં થયેલ અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માત વળતર ન ચૂકવવું પડે તે માટે અકસ્માતમાં સંડોવાયેલ વાહન અશોક લેલન ટ્રક નંબર જીજે14 એક્સ 5740ની અસલ વિમા પોલિસી નંબર ડી 019155152માં વેલિડિટીના સમયગાળા તથા અન્ય વિગતોમાં ફેરફાર કરી બનાવટી વિમા પોલિસીનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જામનગરના મોતીનગરમાં રહેતાં નિશાર ફતેમામદ જાડેજાએ અમરેલીના યુવરાજસિંહ દાદુભા જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પંચ ‘એ’ પીઆઇ આઇ. એ. ધાસુરા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


