જામનગરમાં વસવાટ કરતા તથા મૂળ તળાજાના વતની યુવરાજસિંહ વિજયસિંહ વાળાએ તાજેતરમાં લેવાયેલી કંપની સેક્રેટરી (CS) પરીક્ષામાં જામનગરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર સહિત જામનગર અને સમગ્ર વાળા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.
યુવરાજસિંહે પોતાની મહેનત, લગન અને સતત અભ્યાસના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી પરિવારજનો, મિત્રો તથા સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
યુવરાજસિંહ વાળા દ્વારા મેળવવામાં આવેલી આ સિદ્ધિ સમાજના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની આ ઉજ્જવળ સફળતા બદલ પરિવારજનો, સગા-સંબંધીઓ તથા સમાજના આગેવાનો દ્વારા હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
મોતીશ્રી ટાઈમ્સ પરિવાર તરફથી પણ યુવરાજસિંહ વિજયસિંહ વાળાને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.


