Tuesday, September 15, 2026
Homeવિડિઓવરસાદની મોજમાં ઝૂમી ઉઠ્યો ધરતીપુત્ર... - VIDEO

વરસાદની મોજમાં ઝૂમી ઉઠ્યો ધરતીપુત્ર… – VIDEO

જ્યારે લાંબા અસહ્ય તાપ અને આકરી બળતરા બાદ આકાશમાંથી અમીછાંટણાં થાય છે, ત્યારે માત્ર કોરી ધરતી જ નથી ભીંજાતી, પણ ખેડૂતના હૃદયનો ખૂણે-ખૂણો હરખથી છલકાઈ ઊઠે છે.ત્યારે કચ્છ નો એક વિડીઓ સોસીયલ મીડિયા માં વાયરલ થયો છે જેમાં વરસાદ આવતા ખેડું નાચી ઉઠે છે.ત્યારે આ માત્ર ખેડૂતની મોજ જ નથી પણ વર્ષભરની મહેનત, અગણિત આશાઓ અને કુદરત પ્રત્યેના અપરંપાર પ્રેમનું જીવંત પ્રતિબિંબ છે.

- Advertisement -

જ્યારે ખેતરોમાં વરસાદનું પાણી વહેવા લાગે છે, ત્યારે ખેડૂતના દિલમાં વર્ષોથી છુપાયેલી બધી ચિંતાઓ ધોવાઈ જાય છે.સૌરાષ્ટ્ર અને કચ્છના એવા કેટલાક જીલ્લાઓ છે જ્યાં આ સીઝનમાં પુરતો વરસાદ નથી મળ્યો ત્યારે વરસાદના આ રાઉન્ડમાં કચ્છમાં વરસાદ પડતા ખેડૂત ઝૂમી ઉઠે છે.અને આ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ જાય છે.જ્યારે આકાશેથી મેઘરાજાની મહેર થાય છે, ત્યારે એક ખેડૂત પોતાના બધા થાક અને દુઃખ ભૂલીને ખુલ્લા આકાશ નીચે બાળકની જેમ નાચી ઊઠે છે. જે માટીમાં આખો દિવસ ખુલ્લા પગે મજૂરી કરી છે, એ જ માટી જ્યારે ભીંજાઈને પગ નીચેથી સરે છે ત્યારે ખેડૂતને કુદરત સાથે જોડાયાનો પરમ આનંદ મળે છે.

- Advertisement -

અત્યારે વરસતી આ મેઘમહેર માત્ર વરસાદ નથી, પણ એ એક એવી ક્ષણ છે જેને શબ્દોમાં બાંધી શકાતી નથી; એ તો બસ એ ધરતીપુત્રના હૃદયમાં જ અનુભવી શકાય છે, જે કુદરતની આ મોજમાં પોતાનું ભાન ભૂલીને ઝૂમી રહ્યો છે!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular