Tuesday, September 8, 2026
Homeરાજ્યજામનગરન્યુસન્સ ફેલાવતા દુકાનધારકો પાસેથી રૂા.5.50 લાખનો દંડ વસુલતી જામ્યુકો

ન્યુસન્સ ફેલાવતા દુકાનધારકો પાસેથી રૂા.5.50 લાખનો દંડ વસુલતી જામ્યુકો

જામનગર મહાનગરપાલિકા દ્વારા દુકાન વ્યવસાયીક એકમો આજુબાજુ કચરો ફેલાવતા 600થી વધુ દુકાનધારકો આસામીઓ વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરતા રૂા.5.50 લાખના દંડની વસુલાત કરી હતી.

- Advertisement -

શહેરમાં કોમર્શિયલ એકમો દ્વારા પોતાના ધંધા, એકમો, દુકાનો દુકાન/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવતા ન હોય, દુકાન પાસે ડસ્ટબીન રાખતા ન હોય કે રાત્રે બંધ કર્યા બાદ કચરો જાહેરમાં નિકાલ કરતા હોય, આવા ન્યુસન્સકર્તા આસામી/ધંધાર્થીઓ સામે પગલા લેવા અંગે કમિશ્નરના માર્ગદર્શન હેઠળ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અનુસંધાને ઓગસ્ટ માસમાં શહેરના 3850 જેટલા દુકાન ધારકો/ધંધાર્થીઓ/કોમર્શિયલ એકમોને ન્યુસન્સ નોટીસો ઇશ્યુ કરી, પોતાના એકમો/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી હતી. આમ છતાં દુકાન ધારકો/ધંધાર્થીઓ દ્વારા પોતાના એકમોનો કચરો જાહેરમાં નિકાલ કરવા, ડસ્ટબીન ન રાખવા તથા રાત્રે દુકાન/ધંધો બંધ કરી, પોતાના ધંધાનો કચરો જાહેરમાં નિકાલ કરતા હોય, તેઓના દુકાન/ધંધાના સવારે ફોટોગ્રાફસ લઇ, દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 600થી વધુ આસામીઓ/દુકાન ધારકો/ધંધાર્થીઓ પાસેથી જાહેરમાં ન્યુસન્સ કરવા સબબ રૂા.5.50 લાખનો દંડ વસુલ લેવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ કોમર્શિયલ એકમો, ધંધાર્થીઓ, દુકાન ધારકોને તાકીદ કરવામાં આવે છે કે પોતાના દુકાન/ધંધા/કોમર્શિયલ એકમ આસપાસ સ્વચ્છતા જાળવવા, કચરાને પોતાના જ ડસ્ટબીનમાં રાખવા અને મ.ન.પા.ના ગાર્બેજ કલેકશન વાહનમાં જ નિકાલ કરવા અને શહેરના જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular