આંતરરાષ્ટ્રીય સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની, નયારા એનર્જીએ માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર માર્ગ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે “પાથ મેકર્સ” પહેલ શરૂ કરી છે.
આ કાર્યક્રમના ભાગ રૂપે, ઉચ્ચ માધ્યમિક શાળાના 500 શિક્ષકોએ માર્ગ સલામતી પ્રથાઓ, ટ્રાફિક નિયમો અને સલામત માર્ગ વર્તન પર કેન્દ્રિત ચાર કલાકના વ્યાપક તાલીમ સત્રમાં ભાગ લીધો હતો. આ શિક્ષકો તેમની સંબંધિત શાળાઓમાં માર્ગ સલામતી રાજદૂત તરીકે સેવા આપશે, વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતીની સંસ્કૃતિ સ્થાપિત કરવામાં મદદ કરશે અને જવાબદાર પ્રથાઓને પ્રોત્સાહિત કરશે જે સુરક્ષિત સમુદાયોમાં ફાળો આપી શકે છે.
જામનગર જિલ્લા કલેકટર પી. બી. પંડયાએ આ શિક્ષક તાલીમ કાર્યક્રમની શરૂઆત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં કરાવી હતી.
ટીઆરએએકસ સોસાયટીના સહયોગથી જામનગરની નવાનગર સરકારી હાઈસ્કૂલ, શ્રી દિગ્વિજયસિંહજી સરકારી હાઈસ્કૂલ, કાલાવડની મ્યુનિસિપલ હાઈસ્કૂલ, લાલપુરની વીર સાવરકર હાઈસ્કૂલ, ધ્રોલની હરધ્રોલ સરકારી હાઈસ્કૂલ અને જામજોધપુરની એસવીપી હાઈસ્કૂલમાં જિલ્લાના આશરે 500થી વધુ શિક્ષકોને માર્ગ સલામતી અંગે ઊંડાણપૂર્વકની તાલીમ આપવામાં આવી હતી. નયારા એનર્જીની આ પહેલનો હેતુ શિક્ષકોની ક્ષમતા વધારીને શાળાઓમાં માર્ગ સલામતી જાગૃતિને મજબૂત કરવાનો છે, જે વિદ્યાર્થીઓ અને વ્યાપક સમુદાયમાં શિક્ષણનો વધુ પ્રસાર કરશે.


