Tuesday, September 8, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક રોયલ્ટી વગરનો રેતી ભરેલો ટ્રક ઝડપાયો

ખંભાળિયા નજીક રોયલ્ટી વગરનો રેતી ભરેલો ટ્રક ઝડપાયો

ખંભાળિયા – જામનગર હાઈવે પર રાત્રે રાત્રે 6 કિલોમીટર દૂર ધરમપુર ટોલ ગેટ પાસે પી.આઈ. સી.આર. રાણાની ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી દરમિયાન પોલીસે જી.જે. 37 વી 9509 નંબરના એક ટાટા ટ્રક (ડમ્પર)ને મીઠી રેતી ભરીને નીકળતા ઝડપી લીધો હતો.

- Advertisement -

પોલીસ ચેકિંગ દરમિયાન આ ટ્રકમાં આશરે 51,380 કિલોગ્રામ મીઠી રેતી ભરેલી હોય, આ રેતીની કોઈપણ પ્રકારની રોયલ્ટી ન હોવાનું ખુલવા પામ્યું છે. જેથી પોલીસે ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી ભરેલા ટ્રકને કબજે કરી, આગળની કાર્યવાહી અર્થે ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. સી.આર. રાણા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, કાનાભાઈ લુણા, સામતભાઈ ગઢવી અને ભુપેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular