યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બહારથી આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઇ, નજર ચૂકવીને ચોરી કરતી બે ગેંગને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ, કુલ પંદર શખ્સોને 1.87 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ વિગત મુજબ યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વની કરવામાં આવેલી ભવ્ય ઉજવણીમાં દેશ-વિદેશની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ આવ્યા હોય, આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના વડપણ હેઠળ એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા સાધન સુરક્ષા વ્યવસ્થા તેમજ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વચ્ચે અહીં પીક પોકેટિંગ, ચેન સ્નેચિંગ તેમજ ચોરી કરતા શખ્સો અંગે ખાસ માહિતી મેળવી અને યાત્રિકોની ભીડનો લાભ લઇ, નજર ચૂકવી ચોરી કરતા શકમંદોને ઝડપી લેવાની કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કિશોરસિંહ બી. જાડેજાને મળેલી બાતમીના આધારે અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાંથી ભૂતકાળમાં અન્ય જિલ્લાઓમાં ચોરી, લૂંટ, પિક પોકેટિંગ, ચેન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓમાં વારંવાર પકડાયેલા શખ્સો દ્વારકા ખાતે આવ્યા હોય, આને અનુલક્ષીને દ્વારકા દર્શનાર્થીઓના ખિસ્સા હળવા કરનારી જુદી જુદી બે ચોર ટોળકીઓને ઝડપી લેવામાં આવી હતી.
જેમાં જન્માષ્ટમીના અમદાવાદની ચીટર ગેંગની પ્રથમ ટોળકીના દીપક ઉર્ફે પંપો મનોજભાઈ દંતાની, આશિષ મહેન્દ્ર દેશભ્રાતર, દીપક ગોપાલ દંતાનીયા, શની ઈશ્વર દંતાની, રૂપેશ શંકર ઠાકોર, રાજેશ ગરીબદાસ દેવીપુજક, રમણ વાડીલાલ દંતાણી, દીપક રાજુ કંકોડિયા અને રુદ્ર સુનિલ રાવલ નમના નવ શખ્સોને જ્યારે અન્ય એક ગેંગના અમદાવાદના રહીશ એવા છ શખ્સો અજય હસુ દંતાણી, હર્ષદ કાળુ મારુ, કરણ ગોપાલ દંતાણીયા, કરણ ગોવિંદ દેવીપુત્ર, રવિ જગદીશભાઈ અને શનિ અશોક દંતાણી મળી કુલ 15 શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 71,310 ની રોકડ રકમ તથા રૂપિયા 1,15,500 ની કિંમતના 14 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 186,810 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ એકબીજાની મદદગારી કરી અને દ્વારકાધીશ મંદિર તથા આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાંથી અગાઉ ટાર્ગેટ કરેલા યાત્રિકોની નજર ચૂકવીને ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી. પોલીસની વધુ તપાસમાં ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસમાં મોટાભાગના શખ્સો અગાઉ ઘરફોડ ચોરી, ટ્રેનમાં રાત્રે યાત્રિકોના સરસામાનની ચોરી, ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરવી તથા પાકીટ ચોરી, નજર ચૂકવીને સોના ચાંદીના દાગીનાની ચોરી, ચેન સ્નેચિંગ, ભંગાર ચોરી, મારામારી, પ્રોહીબિશન વિગેરે જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં એકથી વખત ઝડપાયા હોવાનું જાહેર થયું છે. પકડાયેલા આરોપીઓ સામે દ્વારકા પોલીસ મથકમાં બી.એન.એસ.ની કલમ 106 વિગેરે મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા, એ.એસ.આઈ. રાજભા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, ભીખાભાઈ ગાગીયા, ઈરફાનભાઈ ખીરા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાદરા, નિતેશભાઈ સાદીયા, હરદાસભાઈ મોવર, યોગરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, દિનેશભાઈ ચાવડા અને જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.


