Friday, September 4, 2026
Homeવિડિઓદ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ, દર્શન અને નિત્યક્રમમાં ખાસ ફેરફાર...

દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ, દર્શન અને નિત્યક્રમમાં ખાસ ફેરફાર – VIDEO

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. જન્માષ્ટમી પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડવાની સંભાવનાને પગલે જગતમંદિર દ્વારા વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે માટે મંદિરના નિત્યક્રમ અને દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

સવારે 6 વાગ્યે મંગળા આરતીથી જન્મોત્સવના પર્વની શરૂઆત, સવારે 6થી 8 વાગ્યા સુધી ભક્તો મંગળા દર્શન. ત્યારબાદ સવારે 8થી 9 વાગ્યા દરમિયાન ખુલ્લા પડદામાં ભગવાન દ્વારકાધીશને સ્નાન . સવારે 9થી 9:45 દરમિયાન મંદિરની અંદર વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી.

સવારે 9:45થી 10 વાગ્યા સુધી સ્નાન-ભોગ અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ 10:15થી 10:45 સુધી ભક્તો માટે દર્શન. 10:45થી 11 વાગ્યા સુધી ફરી સ્નાન-ભોગ અર્પણ બાદ સવારે 11 વાગ્યે ભગવાન દ્વારકાધીશની ભવ્ય શૃંગાર આરતી .

- Advertisement -

શૃંગાર આરતી બાદ પણ દર્શનનો ક્રમ યથાવત રહેશે. સવારે 11થી 11:20 સુધી દર્શન . 11:20થી 11:30 દરમિયાન ગ્વાલ ભોગ અર્પણ થશે અને 11:30થી બપોરે 12 વાગ્યા સુધી ફરી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 12થી 12:30 દરમિયાન રાજભોગ અર્પણ કરવામાં આવશે અને 12:30થી 1 વાગ્યા સુધી ભક્તોને દર્શનનો લાભ મળશે.

- Advertisement -

બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી જગતમંદિર ભક્તો માટે બંધ રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન સાથે મંદિરના સાંજના દર્શનનો પ્રારંભ થશે. સાંજે 5થી 5:45 સુધી ભક્તો દર્શન કરી શકશે. 5:45થી 6 વાગ્યા સુધી ઉત્થાપન ભોગ અર્પણ કરવામાં આવશે.

સાંજે 6થી 7:30 વાગ્યા સુધી ફરી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ 7:30થી 7:45 દરમિયાન સંધ્યા ભોગ અને 7:45થી 8 વાગ્યા દરમિયાન ભગવાન દ્વારકાધીશની સંધ્યા આરતી યોજાશે. રાત્રે 8થી 8:10 સુધી શયન ભોગ અર્પણ કર્યા બાદ 8:10થી 8:30 સુધી દર્શન ખુલ્લા રહેશે.

રાત્રે 8:30 વાગ્યે શયન આરતી યોજાશે. શયન આરતી બાદ રાત્રે 8:30થી 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યારબાદ રાત્રે 9થી મધરાત્રી 12 વાગ્યા સુધી જન્મોત્સવના વિશેષ આયોજનને ધ્યાનમાં રાખીને જગતમંદિર બંધ રહેશે.

મધરાત્રીના 12 વાગ્યે દ્વારકામાં ગુંજશે જન્મોત્સવની ભવ્ય આરતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની મધરાત્રીની આરતી બાદ રાત્રે 12થી અઢી વાગ્યા એટલે કે 2:30 વાગ્યા સુધી લાખો શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશના અલૌકિક જન્મોત્સવ દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ રાત્રે 2:30 વાગ્યે મંદિર વિધિવત બંધ કરવામાં આવશે.

જન્માષ્ટમીને લઈને સુરક્ષા અને ભીડ નિયંત્રણની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા, પાર્કિંગ અને ભીડ વ્યવસ્થાપન માટે પોખ્તી તૈયારીઓ કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવનારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે દર્શન માટે જાહેર કરાયેલી સમયસૂચિનું પાલન કરે. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકામાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળશે અને મધરાત્રીના ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની આરતી સાથે સમગ્ર દ્વારકા જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular