સાતમ-આઠમના તહેવારને લઈને જામનગરના શ્રાવણી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
મેળા પરિસરમાં ચોતરફ લોકોની ભારે ભીડ જોવા મળી
તહેવારના દિવસોમાં મેળાની મોજ માણવા હાલારવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા
મેળામાં ધસારો વધતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી
ડ્રોનની મદદથી સમગ્ર મેળા વિસ્તારનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું
ડ્રોન કેમેરાથી ભીડ અને લોકોની અવરજવર પર સતત નજર રાખવામાં આવી
View this post on Instagram
વોચટાવર પરથી પોલીસ જવાનો દ્વારા પણ મેળા પરિસરમાં નજર રાખવામાં આવી
મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી
આકાશી દ્રશ્યોમાં શ્રાવણી મેળામાં ઉમટી પડેલા માનવ મહેરામણનો ભવ્ય નજારો જોવા મળ્યો
સાતમ-આઠમના પર્વે શ્રાવણી મેળો લોકોના ભારે ઉત્સાહ અને ભીડથી છલકાયો


