Thursday, September 3, 2026
Homeરાજ્યહાલારરણજિપર બાલંભા નજીક દરિયાઇ ભરતીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઇ આવ્યો

રણજિપર બાલંભા નજીક દરિયાઇ ભરતીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઇ આવ્યો

જોડિયાના રણજિતપર બાલંભા ગામ પાસે દરિયાઇ ભરતીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઇ આવતા પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ચોગલે કંપની વિસ્તાર, રણજિતપર બાલંભા ગામ નજીક તા. 31 ઓગસ્ટના સાંજના સમયે દરિયાઇ ભરતીના કારણે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઇને આવ્યો હતો. મૃતદેહ મળી આવતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી. આ અંગે દિનેશભાઇ રાજમણીભાઇ દુબેએ જાણ કરતાં જોડિયાના પીઆઇ જે. પી. સોઢા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહની ઓળખ મેળવવા સહિતની તપાસ હાથ ધરી હતી. મૃતક પુરૂષ કોણ છે? અને કયા સંજોગોમાં તેનું મૃત્યુ થયું? તે સહિતની તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular