જોડિયાના ભાદરા ગામની ધાણીથરવાળી સીમમાંથી જોડિયા પોલીસે ચાર શખ્સોને રૂા. 17,850ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ નોટીસ આપી હતી. જામજોધપુરના ભોજાબેડી ગામમાંથી પોલીસે રેઇડ દરમિયાન પાંચ શખ્સોને રૂા. 11,820ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં. જામનગરના ગોરધનપર ગામમાંથી ત્રણ શખ્સો રૂા. 7230ની રોકડ સાથે જુગાર રમતા ઝડપાયા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની ધાણીથર સીમમાં ફોરેસ્ટ ઓફિસની બાજુમાંથી જોડિયા પોલીસે રેઇડ દરમ્યાન મસરુ વજા વકાતર, નારણ નાઝા વકાતર, વીહા વજા વકાતર, કરશન વીરજી ભંડેરી નામના ચાર શખ્સોને રૂા. 17,850ની રોકડ રકમ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ નોટીસ આપી હતી.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં સલીમ સુમાર સમાની વાડી પાસે વોંકળામાં તીનપતીનો જુગાર રમાતો હોવાની જામજોધપુરના હે.કો. નવલવભાઇ નારણ આસાણી, પો.કો. વરજાંગગભાઇ કટારા, અર્જુનભાઇ ડુવા, રાજવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે રેઇડ દરમ્યાન અબ્દુલ બાવા ઘોઘા, અશરફ ઇશાક હાલેપૌત્રા, સલીમ સુમાર સમા, લખિયાર ઉર્ફે લાખો જીવા ઘોઘા, ઇકબાલ મુંગર હુરાણી નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 11,820ની રોકડ સહિતનો મુદ્ામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગરના ગોરધનપર ગામમાં સ્મશાન તરફ જતાં રસ્તે બાવળની ઝાડીમાંથી પોલીસે રેઇડ દરમ્યાન સંજય નરેન્દ્ર સવાસળિયા, કિશોર સવજી ઝીંઝુવાડિયા, દેવરાજ ભુરા ઝીંઝુવાડિયા નામના ત્રણ શખ્સોને રૂા. 7230ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.


